ફિલ્મ જગત
News of Monday, 25th October 2021

આ સિઝન પહેલા કરતાં પણ સારી બનશેઃ ટેરેન્સ

ટીવી પરદાના રિયાલીટી શોમાં અલગ અલગ કળામાં માહેર હોય તેવી સેલિબ્રીટી જજ તરીકે કામ કરતી હોય છે. કોરીયોગ્રાફર ટેરેન્સ લુઇસનું ડાન્સ બેઇઝ શોમાં સતત જજ તરીકે જોવા મળે છે. તે કહે છે જજ બનવામાં સૌથી મોટી મુશ્કેલી પોતાની જાતને અપડેટેડ રાખવાની છે. તે હવે ગીતા કપૂર અને મલાઇકા અરોરા સાથે 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન ૨'માં નિર્ણાયક તરીકે કામ કરી રહ્યો છે. ટેરેન્સે કહ્યું હતું કે છેલ્લી સીઝન ખૂબ જ સારી રહી હતી અને અદ્દભુત ટેલેન્ટ સામે આવી હતી. મને પુરેપુરો વિશ્વાસ છે કે આ સીઝન અગાઉ કરતાં પણ વધુ સારી બનશે.

નિર્ણાયક બનવામાં સોૈથી મોટો પડકાર એ હોય છે કે તમારે દરેક ડાન્સ સ્ટાઇલ વિશે પોતાની જાતને અપડેટ રાખવી પડે છે, કારણ કે સ્પર્ધક કયો ડાન્સ કરશે એ તમને ખબર નથી હોતી. ટ્રેઇનિંગ, લેન્ડિંગ, સ્ટાઇલ વગેરેને જજ તરીકે ખૂબ જ ધ્યાનથી જોવું પડે છે. ટેક્નિકની વાત કરીએ તો તેઓ એકદમ પર્ફેકટ હોવા જોઈએ અને તેઓ ડાન્સ કરે છે એ પણ સારું દેખાવું જોઈએ. જજની ખુરશી અનેક જવાબદારીઓને સાથે લઇને આવતી હોય છે.

 

(9:53 am IST)