ફિલ્મ જગત
News of Sunday, 25th October 2020

જેમ રાણી લક્ષ્મી બાઇનો કિલ્લો તોડ્યો એમ મારું મકાન તોડયું

સ્ટાર અભિનેત્રી કંગના રનૌતનું નિવેદનઃ કંગના રનૌતે દેશમાં અસહિષ્ણુતાના મામલા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે અને આમિર ખાનને પણ ટેગ કર્યો છે

મુંબઈ,તા.૨૫બોલીવુડની એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ મુંબઇ સ્થિત વકીલે ગુરૂવારે ગુનાહિત ફરિયાદ નોંધી છે. વકીલે તેમના પર સ્થાનિક કોર્ટના ચુકાદા સામે ટ્વીટ કરવાનો આરોપ લગાવ્યો છે, જેના આધારે કોર્ટે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. મુંબઈ પોલીસે અંગે કંગના વિરુદ્ધ સમન્સ બજાવ્યું છે. કંગના રનૌટે મામલે એક ટ્વિટ કરીને તેની માહિતી આપી છે. કંગના રનૌટે ટ્વિટ કરી છે કે, તેને જેલ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે દેશમાં વધતી જતી અસહિષ્ણુતા પર પણ સવાલ ઉઠાવ્યા છે અને આમિર ખાનને પણ ટેગ કર્યા છે. તેણે લખ્યું છે કે, 'રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડ્યો હતો મારું ઘર તોડી દીધું જેવી રીતે સાવરકરજીને જેલ મોકલવામાં આવ્યા હતા મને પણ જેલ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇંટોલરેન્સ ગેંગને જઇને કોઇ પૂછો કેટલા કષ્ટ સહન કર્યા છે. તેમણે ઇંટોલરંટ દેશમાં? આપને જણાવી દઇએ કે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ પણ મુંબઇ પોલીસે સમન્સ જારી કરી દીધો છે અને આગામી અઠવાડિયે પૂછપરછ માટે બોલાવ્યા આવ્યા છે. બન્ને વિરુદ્ધ બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર એક ફરિયાદ નોંધવામાં આવી છે. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં એડવોકેટ કાશીફખાન દેશમુખે કંગના પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાના ટ્વિટ દ્વારા રાજદ્રોહ અને બે ધાર્મિક સમુદાયો વચ્ચે મતભેદ પેદા કર્યો છે વકીલે ફરિયાદમાં કહ્યું છે કે કંગના રનૌતે ભારતના વિવિધ સમુદાયો, કાયદાના દેશ અને સત્તાવાર સરકારી સંસ્થાઓનું અપમાન કર્યું છે અને ન્યાયિક વ્યવસ્થાની મજાક પણ ઉડાવી છે. પછી, બાંદ્રા કોર્ટે એડ પોલીસને કંગના રનૌત સામે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. કોર્ટના નિર્ણય પર કંગનાએ પપ્પુ સેનાનો ઉપયોગ કર્યો હતો. કેસની સુનાવણી ૧૦ નવેમ્બરના રોજ થશે.

(11:00 am IST)