ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

અભિનેત્રી કાજોલ તેની અપકમિંગ ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા'ને લઇને ખૂબ ઉત્સાહી

મુંબઈ :અભિનેત્રી કાજોલ પોતાની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા'ને લઇને ખૂબ જ ઉત્સાહી છે. પ્રદીપ સરકાર નિર્દેશિત આ ફિલ્મમાં તે એક માતાનું પાત્ર ભજવવા જઇ રહી છે

     કાજોલ કહે છે કે હું એક ફુલ મોમ છું, જોકે આ વિશે મારાં બાળકો વધુ કહી શકશે. હું એક સારી અને ખરાબ બંનેની વચ્ચે આવતી માતા છું. હું એક હાથે મારાં બાળકોને વાઇ ફાઇ આપી શકું છું તો બીજા હાથે પાછું પણ લઇ શકું છું.

(8:43 pm IST)