ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

વધુ એક બાયોપિક લઈને આવી રહ્યા છે આ અભિનેતા

મુંબઇઃ સંજય દત્તની લાઇફ પર સંજુ નામની ફિલ્મમાં કામ કરીને તમામ જુની ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા બાદ યુવા પેઢીમાં લોકપ્રિય રણબીર કપુર વધુ એક બાયોપિક ફિલ્મ કરવા માટે તૈયાર થયો છે. હાલમાં જુદા જુદા લોકો પર બાયોપિક ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં અન્ય બાયોપિક ફિલ્મ પણ બની રહી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનનાર છે.

(4:09 pm IST)