ફિલ્મ જગત
News of Saturday, 25th June 2022

વિશ્વમાં નેટફિલકસ પરથી સૌથી લોકપ્રિય ફિલ્‍મ ‘RRR'

બોક્‍સ ઓફિસ પર રૂા. ૧૨૦૦ કરોડથી વધુ કમાણી કરી છે

મુંબઈ,તા. ૨૫ : એસએસ રાજામૌલીની ફિલ્‍મ ‘RRR’ની હિન્‍દી આવૃત્તિ વિશ્વમાં OTT પ્‍લેટફોર્મ પર ભારતની સૌથી લોકપ્રિય ફિલ્‍મ બની ગઈ છે, એમ નેટફિલક્‍સે કહ્યું હતું. નેટફિલક્‍સ અનુસાર ‘RRR’ વિશ્વમાં ૪.૫ કરોડ કલાકથી વધુ સમય સુધી જોવામાં આવી હતી. આ ફિલ્‍મનો સમયગાળો ૩.૦૨ બે મિનિટનો છે. મૂળ તેલુગુમાં બનેલી આ ફિલ્‍મનું હિન્‍દી વર્ઝન ૨૦ મેએ નેટફિલક્‍સ પર આવ્‍યું હતું. એનાથી બે મહિના પહેલાં એ થિયેટરોમાં ફિલ્‍મ રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મ તેલુગુ ઉપરાંત તમિળ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ થઈ હતી.રામ ચરણ અને જુનિયર NTR સ્‍ટાર આ ફિલ્‍મ OTT પ્‍લેટફોર્મ નેટફિલક્‍સ પર સૌથી વધુ લોકપ્રિય ફિલ્‍મ બની ગઈ છે. આ માહિતી નેટફિલક્‍સ ઇન્‍ડિયાએ ટ્‍વિટર હેન્‍ડલથી આપી હતી. નેટફિલક્‍સે ટ્‍વિટર પર લખ્‍યું હતું કે ‘RRR’ હવે વિશ્વમાં નેટફિલક્‍સ પર સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્‍મ બની ગઈ છે. દરેક જગ્‍યાએ એના સૌથી વધુ ફેન્‍સ છે. આ ટ્‍વિટ સાથે એક પોસ્‍ટર પણ શેર કરવામાં આવ્‍યું છે, જેના પર ‘RRR’ હિન્‍દીમાં લખ્‍યું છે. જુનિયર NTR, રામ ચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ ફિલ્‍મની મુખ્‍ય ભૂમિકામાં છે.
‘RRR’ દક્ષિણ ભારતીય ભાષાની બીજી હિન્‍દીમાં ડબ થયેલી ફિલ્‍મ છે. હાલમાં અલ્લુ અર્જુનની ‘પુષ્‍પાઃ ધ રાઇઝ'પાર્ટ વન હિન્‍દીમાં ડબ થઈ હતી.
‘RRR’ વર્ષ ૨૦૨૨ના સૌથી સફળ ભારતીય ફિલ્‍મોમાંની એક છે, જેણે વિશ્વમાં બોક્‍સ ઓફિસ પર રૂ. ૧૨૦૦ કરોડથી વધુ કમાણી કરી છે.

 

(10:47 am IST)