ફિલ્મ જગત
News of Friday, 25th June 2021

અભિનેત્રી ઝીનત અમાન રજા મુરાદના નજીકના સગા હોવાથી રેપ સીન કરવાની ના પાડી દીધી પરંતુ ઝીનત અમો તેને મનાવી લીધા હતા

નવી દિલ્લીઃ ફિલ્મોમાં કામ કરતા કલાકારોએ ડિરેકટરની અને પ્રોડ્યુસરની ડિમાન્ડ અનુસાર પાત્ર ભજવવું પડે છે. પછી તે કિસિંગ સીનની વાત હોય કે પછી ઈન્ટિમેટ સીનની.  બોલિવૂડની અનેક ફિલ્મોમાં રેપ સીન દર્શાવવામાં આવ્યા છે. અમે તમને ફિલ્મના એવા રેપ સીનની વાત કરીએ છીએ જેમાં એક અભિનેતાને પોતાના સગામાં આવતી અભિનેત્રી સાથે રેપ સીન કરવો પડ્યો હતો. આ સીનના શુટિંગ દરમિયાન અભિનેતાની હાલત ખૂબ ખરાબ થઈ હતી.

ફિલ્મ 'ડાકુ હસીના'માં અભિનેતા રજા મુરાદ અને ઝીનત અમાન પર ફિલ્માવવામાં આવ્યો હતો રેપ સીન.. ઝીનત અમાન રજા મુરાદના નજીકના સગામાં હતી. રજા મુરાદે રેપ સીન કરવા માટેની સ્પષ્ટ ના કહી દીધી હતી પરંતું ઝીનત અમાને તેને સીન કરવા માટે મનાવ્યો હતો. આ ફિલ્મમાં ઝીનત અમાન, રાકેશ રોશન, અને રજા મુરાદે કામ કર્યુ હતું. રજા મુરાદે ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી.

રજા મુરાદે અનેક હિન્દી ફિલ્મોમાં દમદાર ખલનાયકની ભૂમિકા ભજવી છે. રઝા મુરાદે પોતાના દમદાર અભિનય થકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલાયદી ઓળખ ઉભી કરી છે. વાત અહી  'ડાકુ હસીના' ફિલ્મની વાત છે, તમને ઝીનત અમાન અને રાકેશ રોશનની આ ફિલ્મ યાદ જ હશે. આ ફિલ્મમાં રજા મુરાદે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા મહિલા ડાકુ પર આધારિત હતી. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે બળાત્કાર થાય છે અને ત્યારબાદ તે બદલો લેવા માટે મહિલા ડાકુ બને છે.

ફિલ્મમાં રેપ સીન માટે પહેલા રજા મુરાદે ના કહી:

ફિલ્મમાં વિલનનો રોલ નિભાવનાર રજા મુરાદે પહેલા ઝીનત અમાન સાથે રેપ સીન કરવાની મનાઈ કરી હતી. રજા મુરાદ કોઈની વાત માનવા તૈયાર નહોંતા. રજા મુરાદના રેપ સીન ન કરવા માટેનું  કારણ હતું ઝીનત અમાન. ઝીનત અમાન દૂરના સગામાં તેની બહેન થતી હતી. ફિલ્મ મેકર્સે ઝીનત અમાનને વિનંતી કરી કે તેઓ રજા મુરાદને સીન ભજવવા માટે મનાવે.  ઝીનત અમાને રજા મુરાદને સમજાવ્યું કે- 'કલાકારે માત્ર તેના અભિનય વિશે વિચારવું જોઈએ, અંગત જિંદગીની પ્રોફશનલ વર્ક પર અસર ન થવી જોઈએ' ઝીનત અમાનના સમજાવવા પર રજા મુરાદ રેપ સીન કરવા માટે તૈયાર થઈ ગયા.

રજા મુરાદની જિંદગીનું સૌથી અઘરો રોલ:

'ડાકુ હસીના'માં ફિલ્માવવામાં આવેલો રેપ સીન રજા મુરાદ માટે સૌથી અઘરો અભિનય હતો.  રજા મુરાદે વિલનના પાત્ર ભજવી દર્શકોને વર્ષો સુધી મનોરંજન આપ્યું છે. વાસ્તવિક જીવનમાં રજા મુરાદ ખૂબ જ સરલ અને ઉમદા વ્યક્તિતત્વ ધરાવે છે.

(4:45 pm IST)