ફિલ્મ જગત
News of Thursday, 25th June 2020

નવી ફિલ્મ માટે ખુબ આતુર છે મોનાસિંહ

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી મોનાસિંહ હાલમાં વેબ સિરીઝ કહેને કો હમસફર હૈમાં જોવા મળી રહી છે. ટીવી પરદે વર્ષ ૨૦૦૩માં જસ્સી જૈસી કોઇ નહિ શો દ્વારા કારકિર્દી શરૂ કરનાર મોનાએ ટીવી શો, રિયાલીટી શો અને શોના હોસ્ટ તરીકે નામના મેળવી છે તો સાથો સાથ થ્રી ઇડિયટ્સ, ઉટ્ટપટાંગ, ઝેડ પ્લસ, અમાવસ જેવી ફિલ્મો પણ કરી છે. યે મેરી ફેમિલી અને મિસન ઓવર માર્સ નામની વેબ સિરીઝનો તેનો અભિનય પણ સોૈને ગમ્યો છે. મોના હવે બોલીવૂડની ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'ની રાહબ જોઇ રહી છે. આ ફિલ્મમાં તેનો ખાસ રોલ છે. તેના કહેવા મુજબ આ ફિલ્મનું હવે માત્ર દસ-બાર દિવસનું શુટીંગ જ બાકી છે. આમિર ખાન અને કરીના કપૂર અભિનીત આ ફિલ્મમાં તે ફરી એક વાર આ બંને કલાકારો સાથે કામ કરી રહી છે. થ્રી ઇડિયટ્સમાં મોનાએ કરીનાની બહેનનો રોલ નિભાવ્યો હતો. અમૃતસર અને ચદીગઢમાં લાલસિંહ ચઢ્ઢાનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. હવે દિલ્હીમાં દસેક દિવસનું શુટીંગ બાકી છે. જે ટુંક સમયમાં શરૂ થઇ જશે તેવી મોનાને આશા છે. તે પોતાની નવી ફિલ્મ માટે ખુબ આતુર છે. 

(9:50 am IST)