News of Monday, 25th June 2018
આયુષ્યમાન ખુરાના સાથે કામ કરશે રાધિકા આપ્ટે
ખાસ પ્રકારના પાત્રો માટે રાધિકા આપ્ટે જાણીતી છે. હવે તે આયુષ્યમાન ખુરાના સાથે કામ કરવાની છે. શુભ મંગલ સાવધાન પછી આયુષ્યમાન વધુ એક અલગ ભૂમિકામાં દર્શકો સામે અવશે. શ્રીરામ રાઘવનની ફિલ્મમાં આયુષ્યમાન ખુરાન એક અંધ પિયાનો પ્લેયરના રોલમાં છે. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું નામ એનાઉન્સ કરવા માટે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં નિર્માતા અને સ્ટાર્સ સહિતની ટીમ ફિલ્મના નામનો અંદાજો લગાડતાં દેખાડાયા હતાં. જો કે છેલ્લે આયુષ્યમાન અને રાધિકાએ ફિલ્મનું શિર્ષક 'અંધાધુંધ' હોવાનો ખુલાસો કર્યો હતો. અગાઉ પણ આયુષ્યમાને અંધ પિયાનો પ્લેયરની તસ્વીર પોસ્ટ કરી હતી.
(9:21 am IST)