ફિલ્મ જગત
News of Saturday, 25th May 2019

બોયફ્રેન્ડ વિકી જૈન ટૂંક સમયમાં લગ્ન કરશે અંકિત લોખંડે

મુંબઈ: અભિનેત્રી અંકિતા લોખંડે પોતાના હાલના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરશે એવા અહેવાલો સામે આવ્યા છે. બંને એકબીજાને અનેક વર્ષોથી જાણે છે અને લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં એક પાર્ટી દરમિયાન અંકિતાએ કેમેરા સામે વિકીને ચુંબન કયંર્ હતં. તેનો વીડિયો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અંકિતા અને વિકી એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને બંને હવે લગ્ન કરી લેવાનો વિચાર કરી રહ્યા છે. આ બંનેના લગ્ન વર્ષના અંતે અથવા આવતા વર્ષની શરૂઆતમાં થશે. બંનેએ હાલમાં મુંબઈમાં આઠ બીએચકેનો ફ્લેટ ખરીદ્યો છે.

(5:09 pm IST)