ફિલ્મ જગત
News of Friday, 25th May 2018

લેસ્બિયનના રોલમાં બે ટીવી અભિનેત્રી લીના અને પ્રિયલ

હોરર ફિલ્મો આપવા માટે જાણીતા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા-૨'નું ગીત જી ચાહતા હૈ રિલીઝ થઇ ગયું છે. આ વેબ સિરીઝમાં ટીવી પરદાની બે અભિનેત્રી લીના જુમાની અને પ્રિયલ ગોૈર લિપલોક કરતી જોવા મળશે. માયા-૨ એ બે લેસ્બિયન મહિલાની કહાની છે.

જેમાં લીનાએ રૂહીનો અને પ્રિયલે સિમ્મીનો રોલ નિભાવ્યો છે. સિમ્મી પોતે લેસ્બિયન હોવાનું છુપાવીને એક યુવાન સાથે લગ્ન તો કરી લે છે પણ તે ખુશ નથી. તેની મુલાકાત રૂહી સાથે થાય છે પછી બંને દુનિયાથી બેફિકર બનીને પોતાની ઇચ્છાઓ પુરી કરે છે. આ વેબ સિરીઝ ૩૦મેથી શરૂ થશે. વિક્રમ ભટ્ટની દિકરી કૃષ્ણા ભટ્ટે આ સિરીઝનું નિર્દેશન કર્યુ છે.

(9:43 am IST)