ફિલ્મ જગત
News of Thursday, 25th April 2019

વારાણસીમાં શુટીંગ વખતે રિતીકને લિટ્ટીચોખાનો સ્વાદ દાઢે વળગ્યો

શુટીંગ પુરૂ થતાં જ તે આ ડીશનો સ્વાદ માણતો હતોઃ ૨૬ જુલાઇએ આવશે ફિલ્મ 'સુપર-૩૦'

મુંબઇ તા. ૨૫: અભિનેતા રિતીક રોશને  આગામી ફિલ્મ 'સુપર ૩૦'ના શુટીંગ માટે ઘણો સમય વારાણસીમાં વિતાવ્યો હતો. એ વખતે રિતીકને યુપીની ખુબ જાણીતી ડીશ લિટ્ટી ચોખા દાઢે વળગી ગઇ હતી. તેણે આ ડીશની ભરપુર મજા માણી હતી અને હવે તેની આ ફેવરીટ ડીશ બની ગઇ છે. શુટીંગ પત્યા પછી તુરત જ રિતીક લિટ્ટીચોખાનો સ્વાદ માણતો હતો. રિતીકની સુપર-૩૦નું શુટીંગ શરૂ થયું ત્યારથી આ ફિલ્મની ખુબ ચર્ચા છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે. જેમાં આર્થિક પછાત બાળકોને આઇઆઇટીની પ્રવેશ પરિક્ષા માટે ભણાવતા શિક્ષકની વાત છે. રિતીક સાથે મૃણાલ ઠાકુર, અમિત સઢ, નંદીશ સંધુ સહિતના કલાકારો છે. આ ફિલ્મ ૨૬ જુલાઇના રોજ રિલીઝ થશે.

(11:50 am IST)