સાયંતનિને મળ્યો નવો સાથી અનુગ્રહ
ટીવી શો કુમકુમ-એક પ્યારા સા બંધન સહિતના શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સાયંતની ઘોષ એક એકટર સાથે લાંબા સમય સુધી રિલેશનમાં હતી,પછી બંને અલગ થઇ ગયા હતાં. હવે ફરીથી સાયંતનીને પ્રેમ થઇ ગયો છે. હાલમાં તે અનુગ્રહ તિવારી સાથે રિલેશનશીપમાં છે. આ શખ્સ ફિટનેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. એક કોમન ફ્રેન્ડ થકી બંનેની ઓળખાણ થઇ હતી. સાયંતનીએ કહ્યું હતું કે હું સમાજને દેખાડવા માટે અમારી આ રિલેશનશીપને કોઇ લેબલ લગાડવા ઇચ્છતી નથી. મારા માતા-પિતા કોલકત્તામાં રહે છે. આ વખતે પરિવારથી દુર અનુગ્રહ જ મારો પરિવાર છે અને મારો સાથી છે. એ મારા માટે ખાસ છે, પણ હું હાલમાં અમારા સંબંધને કોઇ નામ આપવા ઇચ્છતી નથી. અમે એકસાથે અત્યંત ખુશ છીએ. અમે જે કંઇ પ્લાન કરશું તે સારા ભવિષ્ય માટે હશે. લગ્ન વિશે હાલમાં વિચાર્યુ જ નથી.