ફિલ્મ જગત
News of Thursday, 25th April 2019

વરૂણ ધવનની ઇચ્છા રહી ગઇ અધુરી

વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી'ની તૈયારીમાં છે. આ ફિલ્મનો વરૂણ અને શ્રધ્ધાનો લૂક પણ એક પોસ્ટરથી સામે આવ્યો હતો. આ ફિલ્મ માટે નિર્માતાઓએ પહેલા કેટરીના કૈફને સાઇન કરી હતી. પરંતુ કેટરીનાએ અગાઉની ફિલ્મ માટે આપેલી તારીખ અને આ ફિલ્મની તારીખે એક થઇ જતી હોવાથી વરૂણ સાથેની ફિલ્મ છોડી દીધી હતી. વરૂણે કહ્યું હતું કે મારા માટે ખુબ મોટી તક હતી કે હું કેટરીના કૈફ સાથે કામ કરું, આ માટે હું ખુબ ઉત્સાહિત પણ હતો. પરંતુ તારીખો મેચ ન થતાં કેટરીના સાથે હું કામ ન કરી શકયો. કેટરીનાએ જ આ અંગે મને ફોન કરીને વાત કરી હતી. એ  પોતે પણ આ ફિલ્મમાં કામ કરવા ઉત્સુક હતી. પરંતુ એ શકય બન્યું નહોતું. વરૂણ અને શ્રધ્ધા અગાઉ એબીસીડી સિરીઝમાં સાથે કામ કરી ચુકયા છે. વધુ એક વખત આ બંનેની જોડી જોવા મળશે. 

(9:49 am IST)