ફિલ્મ જગત
News of Thursday, 25th April 2019

સોનાક્ષી કલંકના પાત્રથી અત્યંત ખુશ!

ફિલ્મ કલંકને ભલે દર્શકોએ અને વિવેચકોએ નકારી કાઢી હોઇ, પરંતુ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કહે છે કે લોકોને કલંક ફિલ્મનું મારું પાત્ર ખુબ ગમ્યું છે. હું આ ફિલ્મ બાબતે ખુશ છું. ફિલ્મમાં સોનાક્ષીએ આદિત્ય રોય કપૂરની પત્નિ સત્યાનો રોલ નિભાવ્યો છે. જે પોતાની જાતે જ પતિના બીજા લગ્ન કરાવે છે. સોનાક્ષી કહે છે ફિલ્મમાં ભલે મારા પાત્રની લંબાઇ વધુ નથી, પરંતુ આમ છતાં મારા પાત્રને બીજા પાત્રો કરતાં વધુ વખાણ મળી રહ્યા છે. મારો અભિનય પણ લોકોને ગમ્યો છે. મારું પાત્ર ભજવવું સરળ નહોતું. અભિષેક બર્મને મારી બેસ્ટ અભિનય ક્ષમતાને ઓળખી છે. હું મારા કામથી સંતુષ્ટ છું. મલ્ટીસ્ટારર ફિલ્મમાં જગ્યા બનાવવી મુશ્કેલ નથી હોતી. બધા પાત્રો એવા હોય છે જે કહાનીને આગળ લઇ જતાં હોય છે. સોનાક્ષી હવે દબંગ-૩માં સલમાન ખાન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. દબંગથી જ સોનાક્ષીની કારકિર્દી શરૂ થઇ  હતી

(9:49 am IST)