ફિલ્મ જગત
News of Thursday, 25th February 2021

મનાલીમાં કંગના શરૂ કરશે કેફે અને રેસ્ટોરાં

ફિલ્મોની સાથે તે ફૂડને લઇને પણ ખૂબ જ પેશનેટ છે અને એથી જ તેણે આ કેફે એન્ડ રેસ્ટોરાં શરૂ કરવાનું નક્કી કર્યું છે

મનાલી,તા. ૨૫: કંગના રનોટે ફૂડ એન્ડ બેવરેજ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. તેણે ગઈ કાલે મનાલીમાં તેના કેટલાક ફોટો શેર કર્યા હતા જે જગ્યા પર તે કેફે શરૂ કરશે. ફિલ્મોની સાથે તે ફૂડને લઈને પણ ખૂબ જ પેશનેટ છે અને એથી જ તેણે આ કેફે એન્ડ રેસ્ટોરાં શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ફોટોને શેર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે 'મારા નવા બિઝનેસ મારા સપનાને તમારી સાથે શેર કરી રહી છું. ફિલ્મોની સાથે ફૂડમાં પણ મારું ખૂબ જ પેશન છે અને એથી જ હું ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં નાનકડું સ્ટેપ ભરી રહી છું. હું મનાલીમાં મારી પહેલી રેસ્ટોરાં અને કેફે શરૂ કરી રહી છું. મારી ટીમે આ ખૂબ જ અદભૂત સપનું જોયું હોવાથી હું તેમનો આભાર માનું છું.
 

(10:15 am IST)