ફિલ્મ જગત
News of Thursday, 25th February 2021

૩૦ જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઇ કાઠિયાવાડી

પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક

મુંબઇ,તા. ૨૫: એકટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના ચાહકોનો ઇંતેજાર હવે ખતમ થઈ ગયો છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. સંજય લીલા ભણસાલીના જન્મદિવસના ખાસ અવસરે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરવાની સાથે લખ્યું છે કે ૩૦ જુલાઇના રોજ સિનેમાઘરોમાં ગંગુબાઇ કાઠિયાવાડી. પોસ્ટરમાં આલિયા ભટ્ટ ખુરસી પર પગ રાખીને બેઠેલી જોવા મળે છે. આછાં રંગના કપડા, આંખોમાં દ્યાટું કાજલ અને મોટો ચાંદલો લગાડેલી આલિયાનો આ અવતાર ખૂબ જ દળદાર દેખાય છે. ભણસાલી પ્રોડકશને પોસ્ટર શેર કરતાં લખ્યું, 'ઉગ્ર, સાહસી, તે સાશન કરવા માટે તૈયાર છે.'

આની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનું ટીઝર પણ આજે એટલે કે ૨૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાનું છે.

(10:15 am IST)