ફિલ્મ જગત
News of Thursday, 25th February 2021

રોલને રિયલ બનાવવા કંઇ પણ કરી શકે છે જોન અબ્રાહમ

જોન અબ્રાહમ દમદાર એકશન ફિલ્મો માટે ચાહકોમાં ખુબ જાણીતો છે. તેની સત્યમેવ જયતે-૨ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યાં હવે જોન વધુ એક ફિલ્મના કામમાં જોડાયો છે. 'એટેક' નામની ફિલ્મનું તે શુટીંગ કરી રહ્યો છે. પોતાની ફિટનેસ થકી તે લોકોને સતત ઇમ્પ્રેસ કરતો રહે છે. રોલને રિયલ બનાવવા માટે તે કોઇપણ લેવલ સુધી જાય છે. એટેકના શુટીંગમાં એકશન દ્રશ્યોને જબરદસ્ત બનાવવાના પ્રયાસમાં જોનને ઇજા પણ પહોંચી હતી. માથામાંથી લોહી નીકળવા માંડ્યા હતાં. જો કે છતાં તેણે આ વાતને ગંભીર ન ગણી શુટીંગ આગળ વધાર્યુ હતું. એક વિડીયો પોસ્ટ થયો હતો. જેમાં મેકઅપ આર્ટિસ્ટે કહ્યું હતું કે આ લાલ રંગ અસલી લોહી છે. એટેકમાં જોન સાથે રકુલપ્રિત સિંહ અને જૈકલીન ફર્નાન્ડીસ મુખ્ય ભુમિકામાં છે. જોન પોતે અને જયંતિલાલ ગડા તથા અજય કપૂર આ ફિલ્મના નિર્માતા છે. જોન હવે પછી શાહરૂખ-દિપીકા સાથેની પઠાણમાં પણ જોવા મળશે.

(10:14 am IST)