ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે સોનમઃ શુટીંગ પુરૂ
સોનમ કપૂર પણ કોરોનાકાળ પછી ચાહકો સામે આવવા તૈયાર છે. તેની ફિલ્મ 'બ્લાઇન્ડ' આવી રહી છે. સોનમે આ ફિલ્મનું તમામ શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મનું શુટીંગ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કરવામાં આવ્યું છે. એકધારુ ૩૯ દિવસ સુધી સતત શુટીંગ કરવામાં આવ્યું હતું. એક જ શેડ્યુલમાં આ કામ ખતમ થઇ ગયું હતું. સોનમ કપૂર લગ્ન પછી ફિલ્મી પરદેથી થોડો સમય દુર હતી. હવે તે ક્રાઇમ થ્રિલર કહાની ધરાવતી બ્લાઇન્ડ થકી ફરી ચાહકો સામે આવી રહી છે. વર્ષ ૨૦૧૧માં આવેલી કોરીયન ફિલ્મની આ હિન્દી રિમેક છે. સોનમ સાથે પુરબ કોહલી, વિનય પાઠક, લિલિટ દૂબે સહિતના મુખ્ય ભુમિકામાં છે. શોમ મખીજા નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ સુજોય ઘોષ, અવિશેક ઘોષ, મનિષ, પ્રિન્સ નાહર અને હ્યુન્વુ થોમસે કર્યુ છે. આ ફિલ્મ થિએટરોમાં રિલીઝ કરવામાં આવશે.