દર્શકો માટે ઘણું જોવા જેવું છેઃ સિકંદર ખેર
વેબ સિરીઝની દુનિયામાં જેની સતત ચર્ચાઓ થતી રહે છે અને ચાહકો ખુબ પસંદ કરે છે તેવી સિરીઝના લિસ્ટમાં સુસ્મિતા સેનની આર્યા પણ સામેલ છે. આ સિરીઝની બંને સીઝનને ચાહકોએ ખુબ પસંદ કરી છે. સુસ્મિતા સાથે સિકંદર ખેર પણ મુખ્ય ભુમિકામાં છે. આ બંનેએ આર્યાની ત્રીજી સીઝનનું શુટીંગ શરૂ કરી દીધુ છું. ડીઝની હોટ સ્ટાર પર આવેલા આ શોને લોકોએ ખુબ પસંદ કર્યો છે. સુસ્મિતા માટે કમબેક તરીકે આ શો ખુબ જ ફાયદાકારક રહ્યો છે. રામ માધવાણીના આ શોનું શુટીંગ શરૂ કર્યાની માહિતી સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને આપી હતી. આ શોમાં તે દૌલતનું પાત્ર ભજવી રહ્યો છે. તે કહે છે બે સીઝનમાં હું જે પાત્ર સાથે જીવ્યો છું અને કામ કર્યું છે એ ફરી ભજવવા હુંઉત્સાહી છું. રામ, સુસ્મિતા અને સમગ્ર ટીમ સાથે કામ કરવા માટે હું આતુર છું. મેં જે સ્ક્રિપ્ટ વાંચી છે એના પરથી હું એટલું જરૂર કહી શકું કે દર્શકો માટે જોવા જેવું એમાં ઘણું છે.