ફિલ્મ જગત
News of Tuesday, 25th January 2022

પ્રતિજ્ઞા ફેમ અભિનેત્રી પૂજા ગૌરએ આપી કોરોનાને માત

મુંબઈ: પ્રતિજ્ઞા ફેમ પૂજા ગૌરે 11 જાન્યુઆરીના રોજ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે, પરંતુ હવે તેના પ્રિયજનોને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેણે કહ્યું કે તે હવે કોરોનાથી સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આ વાયરસ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની અસર મનોરંજન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સ કોરોનાના આ ત્રીજા મોજાનો ભોગ બન્યા છે. પ્રતિજ્ઞા ફેમ પૂજા ગૌર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હવે તેણે આ બીમારી સામેની લડાઈ જીતી લીધી છે, જેની જાણકારી ખુદ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી છે.

(6:09 pm IST)