ફિલ્મ જગત
News of Tuesday, 25th January 2022

માર્ચમાં જ થશે રિલીઝ કાર્તિક આર્યન અને કિયારાની "ભૂલ ભુલૈયા 2"

મુંબઈ: કોરોના વાયરસના કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે ત્યારે આગામી ફિલ્મ "ભૂલ ભુલૈયા 2"ના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર "ભૂલ ભુલૈયા 2" ની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની માહિતી આપી હતી. તેણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને જણાવ્યું કે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવશે નહીં, પરંતુ ફિલ્મ 25 માર્ચ 2022ની નિર્ધારિત તારીખે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(6:08 pm IST)