ફાતિમાને મળી વધુ એક સિરીઝમાં ભુમિકા
ફાતિમા સના શેખ વધુ એક ફિલ્મ સાથે સામેલ થઇ છે. બોલીવૂડમાં ફાતિમાએ બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેને આમિર ખાન સાથેની દંગલથી અહિ ઓળખ મળી હતી. એ પછી તે સતત મોટી ફિલ્મો કરી રહી છે. ડિજીટલ માધ્યમમાં પણ તે કામ કરી ચુકી છે. હવે તે અમેરિકન રોમાન્ટીક ફિલ્મ મોડર્ન લવની હિન્દી આવૃતિમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ફાતિમા સાથે પ્રતિક ગાંધી અને વામિકા ગબી પણ મુખ્ય ભુમિકામાં છે. આ ત્રણેય એક જ સ્ટોરીમાં નથી દેખાવાના, પણ જુદા જુદા નિર્દેશનમાં કામ કરશે. આ પ્રોજેકટ માટે ફિલ્મમેકર્સ હંસલ મહેતા, વિશાલ ભારદ્વાજ, અંજલિ મેનન, અલંક્રિતા શ્રીવાસ્તવ, ધ્રુવ સહગલ અને સોનાલી બોઝ નિર્દેશનની જવાબદારી સંભાળી રહ્યા છે. આ કહાનીને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કહાની થોડી જટિલ છતાં ખુબ સુંદર રહેશે. જે વ્યકિત પર થનારી અસરને દેખાડશે. દરેક એપિસોડમાં તાજી સ્ટોરી જોવા મળશે. હર્ષદ મહેતાના જીવન પરની સિરીઝ પછી પ્રતિક પણ અહિ સતત વ્યસ્ત બની ગયો છે.