ફિલ્મ જગત
News of Monday, 25th January 2021

સલમાન ખાન સાથે આ ફિલ્મમાં રોમાન્સ કરશે સાઉથની આ સુંદરી

મુંબઈ:  સુપરસ્ટાર સલમાન ખાન આજકાલ ફિલ્મ 'અંતિમ - ધ ફાઇનલ ટ્રુથ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ માંજકરકર કરી રહ્યા છે, જ્યારે સલમાન ખાનની કંપની એટલે કે સલમાન ખાન ફિલ્મ્સ નિર્માણ કરી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પોલીસની ભૂમિકામાં જોવા મળશે. જયારે આયુષ શર્મા ગેંગસ્ટરના અવતારમાં દેખાશે. દરમિયાનમાં એવું જાણવા મળ્યું છે કે, આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાઉથની ફિલ્મ્સ સ્ટાર પ્રજ્ઞાજયસ્વાલ નજરે પડનાર છે. ખરેખર પાછલા દિવસે સલમાન ખાનને તેમની કારમાં ખાસ જગ્યાએ જોવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તે મોબાઇલથી કેટલીક તસવીરો લેતો જોવા મળ્યો હતો. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ પણ તે જ દિવસે સલમાન ખાન સાથે જોવા મળી હતી. તે સમયે તે બીજી કારમાં હાજર હતી

(6:19 pm IST)