ફિલ્મ જગત
News of Monday, 25th January 2021

વેબ સિરીઝમાં રણદીપ સાથે કામ કરી રહી છે ઉર્વશી

મિસ દિવા કોમ્પીટીશનની વિજેતા મોડેલ, અભીનેત્રી ઉર્વશી રોૈતેલાએ બોલીવૂડમાં સની દેઓલની ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટથી અભિનય શરૂ કર્યો હતો. હાલમાં તે રણદીપ હુડા સાથે એક વેબ સિરીઝ કરી રહી છે. બોલીવૂડમાં અનેક ફિલ્મો કરી ચુકેલી અને સોશિયલ મિડીયા પર સતત પોસ્ટને કારણે ચર્ચામાં રહેતી ઉર્વશી અત્યંત ખુશ છે. તે કહે છે હું રણદીપ હૂડાને ડ્રીમ કોસ્ટાર ગણુ છું. હવે તેની સાથે વેબ સિરીઝ ઇન્સપેકટર અવિનાશમાં કામ કરવાની તક મળી છે. ઉત્તર પ્રદેશની અસલી કહાની આ સિરીઝમાં છે. રણદીપ હુડા પોલીસ અધિકારીના રોલમાં છે. સિરીઝનું નિર્દેશન નિરજ પાઠકનું છે. રણદીપ, ઉર્વશી ઉપરાંત મહેશ માંજરેકર,  રજનીશ દુગ્ગલ, ગોવિંદ નામદેવ, અધ્યયન સુમન સહિતની મુખ્ય ભુમિકા છે. ઉર્વશીએ તસ્વીર સાથે કેપ્શન લખ્યું હતું કે-કાંટે બહો દેખ લિયે, અબ સરકારી બંદૂક કી ગરમી દિખાયેંગે.

(9:54 am IST)