News of Wednesday, 24th October 2018
અભિનેતા ઈરફાન ખાન કેન્સરને મહાત કરીને બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર
મુંબઈ :હાલમાં ફિલ્મ અભિનેતા ઈરફાન ખાન ન્યૂરોએન્ડોક્રાઈન નામના ગંભીર કેન્સરની લંડન ખાતે સારવાર લઈ રહ્યો છે. ત્યારે એવા અહેવાલ મળ્યા છે કે, ઈરફાન કેન્સરને હરાવી ટૂંક સમયમાં બોલિવૂડમાં કમબેક કરવાની તૈયારીમાં છે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખવામાં આવ્યુ છે કે, હિન્દી મિડીયમના નિર્માતા ઈરફાનને મળવા લંડન ગયા હતા. તેમણે ઈરફાનને સ્ક્રિપ્ટ સંભળાવી અને તેણે ફિલ્મ માટે હા કરી દીધી.
(9:50 pm IST)