ફિલ્મ જગત
News of Wednesday, 24th October 2018

યોૈન ઉત્પિડનની વાતથી રવિનાને આવે છે ગુસ્સો

ભારતમાં ચાલી રહેલા મી ટૂ અભિયાન સંદર્ભે અભિનેત્રી રવિના ટંડને કહ્યું હતું કે  હું ભલે યોૈન ઉત્પિડનનો ભોગ ન બની હોઉ, આમ છતાં મહિલાઓ સાથે થઇ રહેલા દુર્વ્યવહારની અસંખ્ય કહાનીઓ સાંભળીને ખુબ ગુસ્સો આવે છે. તે કહે છે ફિલ્મ જગતને તે સારી રીતે જાણે છે એટલે કડવા અનુભવને સારી રીતે સમજી શકે છે.  રવિના કહે છે કદી પણ મારું યોૈત ઉત્પિડન થયું નથી, કેમ કે હું એવી નથી કે બધુ સહન કરી લઉં. મને જડબાતોડ જવાબ આપતા આવડે છે. હું એ આઘાતની સમજી શકુ છું જેમાંથી યુવાન છોકરીઓને પસાર થવું પડે છે. આવા અનુભવો સાંભળતા જ મને ગુસ્સો આવી જાય છે. રવિનાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે કેટલીક મહિલા પત્રકારો જે તે વખતે અભિનેતાઓને મદદ કરી અમારી ઇમેજ ખરાબ કરતી હતી. 

(9:46 am IST)