રિતીકની ફિલ્મમાં ડાન્સ-એકશન અને કોમેડીનો મસાલો
ખુબ ઓછી ફિલ્મોમાં કામ કરે છે. આ કારણે તેના ચાહકો સતત ફરિયાદો કરતાં હોય છે. હાલમાં રિતીકની ફિલ્મ સુપર-૩૦ની ખુબ ચર્ચા છે. આ ફિલ્મ ટુંક સમયમાં આવશે. આ ઉપરાંત ટાઇગર શ્રોફ સાથેની એક ફિલ્મ પણ તે કરી રહ્યો છે. હવે તેણે વધુ એક ફિલ્મ સાઇન કરી છે. વરૂણ ધવનના ભાઇ રોહિત ધવનની એક ફિલ્મમાં રિતીક રોશન કામ કરશે. લાંબા સમયથી રિતીકની ઇચ્છા એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ કરવાની હતી. રોહિત પાસે આવી જ એક કહાની હતી જે રિતીકને ખુબ ગમતાં ફિલ્મ સાઇન કરી છે. નિર્દેશક ડેવિડ ધવનનો પુત્ર રોહિત ધવન પણ મસાલા અને કોમેડી ફિલ્મો આપવા માટે જાણીતો છે. તેણે દેસી બોયઝ અને ઢીસૂમ જેવી ફિલ્મો બનાવી છે. રિતીક રોશનની ફિલ્મમાં ડાન્સ અને એકશન સાથે કોમેડી પણ હશે. સાજીદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા હશે.