ફિલ્મ જગત
News of Friday, 24th September 2021

જેમ્‍સ-બોન્‍ડના પાત્રમાં મહિલા ન જામે : ડેનિયલ ક્રેગ

ન્‍યુયોર્ક,તા. ૨૪ : ‘નો ટાઇમ ટુ ડાઇ' ફિલ્‍મમાં છેલ્લી વાર સીક્રેટ એજન્‍ટ જેમ્‍સ બોન્‍ડનું પાત્ર ભજવ્‍યા બાદ આ પાત્રને અભિનેતા તરીકેનો રોલ ભજવ્‍યો છે. તેની આખરી ફિલ્‍મ આવતા મંગળવારે રિલીઝ થવાની છે. રેડિયો ટાઇમ્‍સને આપેલી એક મુલાકાતમાં ડેનિયલ ક્રેગે ટકોર કરી કે, મહિલાઓને ભજવવા માટે આની કરતા પણ વધારે સારી ભૂમિકાઓ બનાવી શકાય છે. જેમ્‍સ બોન્‍ડનું પાત્ર કોઇ મહિલા પાસે શા માટે ભજવાવું જોઇએ ? એમને માટે જેમ્‍સ બોન્‍ડ જેટલા જ સારા બીજા ઘણા રોલ હોય છે.'
ઉલ્લેખનીય છે કે, ‘નો ટાઇમ ટુ ડાઇ'ની બ્રિટિશ અભિનેત્રી લશાના લિન્‍ચ હવેથી સ્‍પેશ્‍યિલ એજન્‍ટ ‘બોન્‍ડ-૦૦૭'ની ભૂમિકા ભજવવાની છે. લશાનાએ ગયા વર્ષે જ એ વાતને પુષ્‍ટિ આપી હતી કે પોતે બોન્‍ડ ૦૦૭ બનવાની છે. બોન્‍ડનું પાત્ર પુરૂષ કે મહિલા કોઇ પણ ભજવી શકે છે. એ પાત્ર કોઇ શ્વેત, અશ્વેત, એશિયન કે મિકસ્‍ડ વર્ણની વ્‍યકિત પણ ભજવી શકે છે. એ યુવા કે ઘરડી વ્‍યસ્‍કત પણ ભજવી શકે છે. અરે હું તો માનું છું કે બે વર્ષનું બાળક પણ બોન્‍ડનું પાત્ર ભજવે તો દરેક જણ એ ફિલ્‍મ જોવા થિયેટરમાં જશે. એ જોવા કે બે વર્ષનો ટાબરિયો શું કમાલ કરે છે, ખરૂં કે નહીં ?  એમ તેણે સામું પુછ્‍યું હતુ. લશાના રશીદા લિન્‍ચ જમૈકન-મૂળની છે. તેનો જન્‍મ લંડનમાં થયો હતો.

 

(10:22 am IST)