ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

'ધ ગર્લ ઓન ધ ટ્રેન' ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરીને ભાવુક થઇ પરિણીતી

મુંબઈ: પરિણીતી ચોપડાએ હોલીવુડ ફિલ્મ ગર્લ ઓન ટ્રેનના હિંદી રિમેકની શૂટિંગ પૂર્ણ કરી દીધી છે અભિનેત્રીએ ફિલ્મની શૂટિંગ પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે.પરિણીતીએ ઇન્સટ્રાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે સાત અઠવાડિયા પછી લંડનથી જઈ રહી છું ગર્લ ઓન ટ્રેનની શૂટિંગ પૂર્ણ થઇ ગઈ છે મારી પાસે મારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે શબ્દ નથી.

ફિલ્મની અંદર એક એવું પાત્ર છે જે સ્થાયી રૂપથી મારી અંદર રહેશે અને તેની યાદ આવી રહી છે મને પાત્રને નિભાવવું ખુબજ યાદ રહેશે અને બધું લખીને તે ખુબજ બાવુક થઇ ગઈ હતી.

(5:56 pm IST)