ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રિમ ગર્લ' એ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમ ગર્લ પણ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે 11 દિવસની અંદર 100 કરોડનો પડાવ પાર કર્યો છે. વર્ષે બોક્સ ઓફિસ પર આંકડો પાર કરનાર ડ્રિમ ગર્લ 12મી ફિલ્મ બની ગઈ છે.ફિલ્મ ડ્રિમ ગર્લના 11માં દિવસ પર બોક્સ ઓફિસ કલેક્શન 101.40 કરોડનું થઇ ગયું છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મે સોમવારના રોજ 3.75 કરોડનું કલેક્શન કર્યું છે.

ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થનાર આયુષ્માન ખુરાનાની બીજી ફિલ્મ છે. પહેલા બધાઈ હો આંકડાને પર કર્યો હતો.

(5:52 pm IST)