ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

અંકિત લોખંડેને મળી સોનેરી અવસર: બાગી-3માં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ સાથે કામ કરશે

મુંબઈ: બાગીની ભારે સફળતા પછી ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર ફરી એકવાર એક્શન ફ્રેચાઇઝની ત્રીજી ફિલ્મમાં નજરે પડશે નિર્માતાએ બાગી -નો ખુલાસો તેની બીજી ઈસ્ટોલમેન્ટ બાગી 2ની રિલીઝ પહેલા કરી દીધી હતી અને દર્શકોને તેની ખુબજ આતુરતાથી રાહ છે.

  ફિલ્મ પ્રથમ બે પાર્ટના મુકાબલે વધારે ભવ્ય અને મોટી છે નિર્માતાઓએ ફિલ્મની શૂટિંગની યોજના ચાર દેશો મોરક્કો,ઇજિપ્ત,સર્બિયા અને તુર્કીમાં કરી છે. ટાઇગર-શ્રદ્ધા સ્ટાર ફિલ્મની શૂટિંગ 12 સપ્ટેબરથી મુંબઈમાં શરૂ થશે ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે. ફિલ્મમાં ટીવી કલાકાર અંકિતા લોખંડે પણ નજરે પડશે તેવી માહિતી મળી રહી છે.

(5:50 pm IST)