ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ સાથે ઠુમકા લગાવતી બબીતાનો વીડિયો સોશ્યલ મીડિયામાં બબીતાએ જ શેર કર્યો

નવી દિલ્હી : છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલમાં બબીતા બની છવાયેલી ટીવી એભિનેત્રી મુનમુન દત્તાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ વીડિયો અન્ય કોઇએ નહીં પરંતુ ખુદ મુનમુન દત્તાએ શેયર કર્યો છે. જેમાં તે જાણીતી ટીવી સિરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ સાથે ઠુમકા લગાવી રહી છે.

જેઠાલાલ અને બબીતા ને સાથે ટાન્સ કરતા જોઇ એમના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બબીતા ફેઇમ મુનમુન દત્તા ઘણી હોટ લાગી રહી છે.

આપણે જોઇ શકીએ છીએ કે આ વીડિયો શોના શૂટિંગ દરમિયાનનો છે. જેમાં બંને સ્ટાર્સ સ્ટેજ પર પરફોમ કરી રહ્યા છે. આ વીડિયોમાં ઇશ્ક ફિલ્મનું ગીત નીંદ ચુરાઇ મેરી... પર ડાન્સ કરી રહ્યા છે.

અહીં નોંધનિય છે કે, આ ટીવી શો માં અવારનવાર એવા કાર્યક્રમો બતાવાય છે કે જેમાં બધા કલાકારો સાથે મળીને કોઇ સ્પર્ધામાં ભાગ લેતા હોય. આ વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કોઇ મોટી ડાન્સ કોમ્પિટીશન જોવા મળે તો નવાઇ નહીં.

(5:33 pm IST)