ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

મિત્ર અનિલને કારણે નો એન્ટ્રીની સિકવલમાં કામ નહિ કરે સલમાન

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનની ડિમાન્ડ સતત રહે છે. તેની રેસ ૩ ફ્લોપ થઈ એ પછી ભારત ફિલ્મે સારી કમાણી કરી લીધી હતી. આવનારા દિવસોમાં તેની દ્યણી મોટી ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત નવા મોટા પ્રોજેકટ પણ તેના હાથમાં છે. વર્ષના સૌથી વધુ કમાણી કરનારા સુપરસ્ટારની યાદીમાં સલમાનનો સમાવેશ કરી શકે છે. દબંગ-૩ સાથે સલમાનની કિક-૨ પણ કતારમાં છે. સાથે જ તેરે નામ અને નો એન્ટ્રીની સિકવલમાં પણ સલમાને કામ કરવાની તૈયારી દર્શાવી હતી. સલમાનની બહુ રાહ જોવાતી ફિલ્મમાંથી એક નો-એન્ટ્રીની સિકવલ છે. જો કે  હવે સલમાને નો-એન્ટ્રીની સિકવલમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેનું કારણ તેના ખાસ મિત્ર અનિલ કપૂર છે. સલમાન અને અનિલ કપૂરની તારીખો એકસરખી નથી. આ કારણે તે આ ફિલ્મ માટે એક સાથે શૂટિંગ કરી શકશે નહીં. સલમાન ખાન પોતાના ખાસ મિત્ર અનિલ કપૂર સાથે નો એન્ટ્રીમાં કામ કરવા ઇચ્છે છે. અનિલ પાસે ત્રણ મહિના સુધી નો-એટ્રીની સિકવલ માટે કોઈ તારીખો ખાલી નથી.

(10:06 am IST)