News of Monday, 23rd September 2019
ગલી બોય પછી જોયા અખ્તરની આગામી ફિલ્મમાં હશે રણવીર સિંહ : ગૈગેસ્ટર ડ્રામા હશે આ ફિલ્મ
મુંબઈ: ગલી બોય પછી આ વખતે ભારતની તરફથી ઓસ્કરમાં જઈ રહી છે આ ફિલ્મના દરેક કલાકારો ખુશી અનુભવી રહ્યા છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગલી બોયના નિર્દેશક પછી જોયા અખ્તરની આગામી ફિલ્મમાં પણ રણવીર સિંહ નજરે પડશે જોયાએ આ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે.
જોયાના એક નજીકી સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એલિટિસ્ટ ફિલ્મ બનાવવા માટે જોયાની આલોચના કરવામાં આવે છે ગલી બોય બનાવીને તેમને આ વાતને સાબિત કરી દીધી છે કે તેમની આલોચના ખોટી છે. જોયાની આ આગામી ફિલ્મ ગેન્ગેસ્ટર ડ્રામા હશે.
(6:20 pm IST)