ફિલ્મ જગત
News of Saturday, 24th August 2019

બાલાકોટ એર સ્ટ્રાઇક વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર બનશે ફિલ્મ : વિવેક ઓબરોય ભજવશે રોલ

મુંબઈ: અભિનેતા વિવેક ઓેબેરોય ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપવા માટે બાલાકોટ  એર સ્ટ્રાઇક પર એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મ બાલાકોટ એર સ્ટ્રાઇક, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યા બાદ ૪૮ કલાકમાં વતન વાપસીની સ્ટોરી પર આધારિત હશે. વર્ષે ફેબુ્રઆરી મહિનામાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપ્યો હતો. ફિલ્મનું શૂટિંગ જમ્મુ- કાશ્મીર, નવીદિલ્હી અને આગરામાં થવાનું છે અને આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં બનાવવાની પ્લાનિંગ થઈ રહી છે.

 

(1:06 pm IST)