ફિલ્મ જગત
News of Thursday, 24th June 2021

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન હવે બોલિવૂડમાં એન્‍ટ્રી કરે તેવી શક્‍યતાઃ 20 લાખ ફોલોઅર્સ છેઃ આલિયા ભટ્ટ-અનન્‍યા પાંડે જેવા સેલિબ્રિટી પણ તેને કરે છે ફોલો

નવી દિલ્હીઃ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ક્યારે બોલીવુડમાં પગ મુકશે તેનો જવાબ હજુ સુધી ફેન્સને મળી શક્યો નથી. સિનેમા જગતમાં પગ રાખતા પહેલા જ સુહાના સેલિબ્રિટી બની ચુકી છે અને તેની ફેન ફોલોઇંગ પણ વધારે છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર સુહાનાના 20 લાખ ફોલોઅર્સ છે. આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે જેવા અનેક સેલિબ્રિટી તેને ફોલો કરે છે.

શાહરૂખેવ રાખી છે આ શરત

શાહરૂખ ખાન ઘણીવાર સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમના બાળકોને બોલીવુડમાં પગ મુકવાની મંજૂરી માત્ર એક શરત પર છે. તે છે તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો પડશે. હવે સુહાના પોતાની ડિગ્રી પૂરી કરવાની છે, તેવામાં માનવામાં આવી રહ્યું છે કે તે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલમાં સુહાનાની સામે આવેલી કેટલીક તસવીરો તે તરફ ઇશારો કરે છે.

જિમમાં કરે છે મહેનત

હાલમાં સુહાના ખાન જીમમાં વર્ક આઉટ કરતી જોવા મળી હતી. સુહાના ખાને પોતાની ફિઝીક ખુબ ટોન્ડ અને મસ્કુલર બનાવી લીધી છે. તે કલાકો સુધી જિમમાં પરસેવો પાડે છે. હજુ તે વાતની પુષ્ટિ થઈ નથી કે સુહાના ક્યારે બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાતો ચાલુ થઈ ગઈ છે.

વાયરલ થતી રહે છે તસવીરો

સુહાના ખાનની પ્રથમ ફિલ્મ કઈ હશે તેની સત્તાવાર જાહેરાત માટે ફેન્સે રાહ જોવી પડશે. પરંતુ શાહરૂખ ખાનની પુત્રીની તસવીરો હંમેશા વાયરલ થતી રહે છે.

(4:58 pm IST)