ફિલ્મ જગત
News of Thursday, 24th June 2021

કામ નથી કરવું એવું નક્કી કર્યુ ને કોલ આવ્યોઃ વિદ્યા

અભિનેત્રી વિદ્યા બાલન આજે ઇન્ડસ્ટ્રીમાં ભલે ટોચ પર હોય પરંતુ શરૂઆતના દિવસો તેના માટે ખુબ સંઘર્ષમય રહ્યા હતાં. તેને પ્રારંભે કામ મળ્યા પછી કોઇ નિર્માતા તેની ફિલ્મ માટે તેને લેવા ઇચ્છતા નહોતાં. વિદ્યા બાલનની ફિલ્મ શેરની એમેઝોન પર રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં તે ફોરેસ્ટ ઓફિસરના શાનદાર રોલમાં દેખાઇ છે. વિદ્યાએ પોતાના પહેલા પગાર વિશે વાત કરતાં કહ્યું હતું કે ત્યારે એક ઝાડ પાસે ઊભા રહીને માત્ર સ્માઇલ કરવાના રૂ. ૫૦૦ મળ્યા હતાં. સ્ટેટ ટૂરિઝમના કૅમ્પેનમાં તેની સાથે તેની બહેન, કઝિન અને તેની એક ફ્રેન્ડે પણ જોડાયા હતાં. પોતાના પહેલા ઑડિશનના અનુભવ અંગે વિદ્યાએ કહ્યું હતું કે પહેલા ટીવી શોના ઓડિશનમા મારી સાથે ફિલ્મ સિટીમાં મમ્મી અને બહેન પણ હતાં. આખો દિવસ રાહ જોયા પછી દોઢસો લોકોના ટેસ્ટ લેવાયા પછી મારો વારો આવ્યો હતો. એ ખુબ થકવી દેનારું હતું. મેં ત્યારે નક્કી કરેલુ કે હવે કંઇ નહી કરું. પણ એ સમયે જ મને કોલ આવ્યો હતો.

(10:40 am IST)