ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

બેડમિન્ટન ખિલાડી સાઇના નેહવાલની બાયોપિકમાં માનવ કૌલની એન્ટ્રી...

મુંબઈ: અભિનેતા ફિલ્મમેકર અમોલ ગુપ્તેના ડાયરેક્શનમાં બેડમિન્ટન ખિલાડી સાઇના નેહવાલના જીવન પરની બાયોપિક ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલ નિભાવવાની છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનામાં શરૂ થવાનં છે. પરી ફિલ્મ માટેની તાલીમ ઇશાના નકવી પાસે લઈ રહી છે. ઇશાના નકવી બેડમિન્ટન ખિલાડી છે અને ફિલ્મમાં પણ એક કિરદાર તરીકે જોવા મળવાની છે. ફિલ્મમાં અભિનેતા માનવ કૌલ પરીના કોચની ભૂમિકામાં જોવા મળવાનો છે. માનવે ફિલ્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માનવ છેલ્લે ફિલ્મ બદલામાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

(5:13 pm IST)