ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

રાધિકાની હોલીવુડની સફર....

મુંબઇ: બોલિવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટે હોલિવૂડની એક ફિલ્મ લિબર્ટેઃ અ કોલ ટુ સ્પાયમાં બ્રિટિશ જાસૂસનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.બીજા વિશ્વયુદ્ધની આસપાસની કથા ધરાવતી આ ફિલ્મના શૂટિંગ માટે રાધિકા ઇંગ્લેંડ જવા રવાના થઇ હતી. રવાના થવા પહેલાં આગલા દિવસે એણે આ ફિલ્મના પોતાના ફર્સ્ટ લૂકને રિલિઝ કર્યો હતો. એણે ઓરિજિનલ બ્રિટિશ સ્પાય નૂર ઇનાયત ખાનના ફોટોગ્રાફ સાથે પોતાના ફોટોને મૂકીને ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરી હતી. નૂર ઇનાયત નોરા બેકર તરીકે પણ જાણીતી હ તી. એ બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ જાસૂસ હતી અને ફ્રાન્સની સેનાને મદદ કરવા પેરેશૂટ દ્વારા નાઝી શાસન હેઠળના જર્મનીમાં ઊતરી હતી.સારા મેઘન થોમસે આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે અને એ રાધિકા સાથે એેક રોલ પણ કરવાની છે.હાલ રાધિકા એડિનબર્ગ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઇંગ્લેંડ ગઇ છે. 

(5:12 pm IST)