ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો પોલ ડાન્સ કરતો વીડિયો વાયરલ

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર કિડમાં સૌથી લોકપ્રિય સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાનની દીકરીની બોલિવૂડ એન્ટ્રીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સંજોગોમાં હાલમાં સુહાનાનો પોલ ડાન્સ કરતો વીડિયો વાઇરલ રહ્યો છે. વીડિયોમાં તે પોતાના મિત્ર સાથે પોલ ડાન્સ કરતી નજરે ચડે છે. સુહાનાના ફેનપેજ પર વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

સદનસીબે વીડિયો માટે સુહાનાને ટ્રોલ નથી કરવામાં આવી. હાલમાં સુહાના તેના લેટેસ્ટ વીડિયો માટે ટ્રોલ થઈ હતી. સુહાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુહાના સિલ્વર કલરનો ડ્રેસ પહેરીને મૂવ્સ કરતી જોવા મળી રહી છે. સુહાનાનો વીડિયો સામે આવતાં લોકોએ સ્ટાર કિડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

(5:06 pm IST)