ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

ચોક્કસપણે દર્શકો થથરી ઉઠશેઃ અમિત સાધ

અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં રઘુવીર પ્રતાપસિંહનો રોલ નિભાવનાર કલાકાર અમિત સાધને વેબ સિરીઝમાં મહત્વનો રોલ મળ્યો છે. આ વેબ ફિલ્મમાં અમિત મંજરી ફડનવીસ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. જેનું નિર્દેશન બગ્સ ભાર્ગવ કરી રહ્યા છે. તેનું આ પહેલુ જ નિર્દેશન છે. બગ્સ પોતાના અભિનય અને ગાયકી માટે જાણીતા છે. આ વેબ સિરીઝ ઝીના ઓટીટી પ્લેટફોર્મ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ એક થ્રિલર ફિલ્મ છે અને સત્ય ઘટના પર આધારીત છે. શુટીંગ શરૂ થઇ ગયું છે. ઓગષ્ટમાં આ સિરીઝ રિલીઝ થઇ જશે. અમિત કહે છે કહાની સાંભળતા જ મારા રૃંવાડા ઉભા થઇ ગયા હતાં. દર્શકો પણ ધ્રુજી ઉઠશે એ ચોક્કસ છે. દમદાર કહાની સાંભળતા જ મેં કામ કરવાની હા કહી દીધી હતી. અન્ય પાત્રો પણ દમદાર છે. બગ્સ સાથે કામ કરવા હું અત્યંત ઉત્સુક છું.

(10:01 am IST)