ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

બિઝનેસમેન સાથે લગ્ન કરવાની તૈયારીમાં સૃષ્ટિ

કુછ ઇસ તરહ, છોટી બહુ, શોભા સોમનાથ કી, પુનર્વિવાહ, ઇશ્કબાઝ, યે ઇશ્ક હાયે, સરસ્વતિચંદ્ર, બિગ બોસ-૧૨ સહિતના શો કરી ચુકેલી સૃષ્ટિ રોડે ફિલ્મ ગબરૂ ગેંગમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં બ્રેકઅપ અને નવા અફેરને કારણે ચર્ચામાં છે. મનિષ નાગદેવ સાથે રિલેશનમાં રહી ચુકેલી અને રોહિત સુચાંતી સાથે બ્રેકઅપ કરી ચુકેલી સૃષ્ટિ હવે એક બિઝનેસમેન સાથે ડેટ કરી રહી છે. વિજલ નામના આ બિઝનેસમેન સાથે તે વિદેશમાં રજા માણવા પણ ગઇ હતી. હવે બંને ઝડપથી લગ્ન કરી લેશે તેવી વાતો પણ થઇ રહી છે. સૃષ્ટિ અગાઉ બિગ બોસ-૧૨ના સ્પર્ધક રોહિત સાથે ડેટીંગમાં હતી. પણ તેની સાથે બ્રેકઅપ થઇ ગયું હતું. રોહિત પહેલા મનિષ નાગદેવ સૃષ્ટિનો બોયફ્રેન્ડ હતો. તેણે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર સૃષ્ટિ પર આરોપ લગાવતો  ઇમોશનલ મેસેજ પોસ્ટ કર્યો હતો.

 

(10:01 am IST)