ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

ડિમ્પલ કાપડિયાને મળ્યું હોલીવુડ ફિલ્મમાં કામ

મુંબઇ:  હોલીવૂડની સફળ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક ક્રિસ્ટફર નોલન પોતાની આગામી ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાને લેવાનો છે. આ ફિલ્મનું નામ 'ટેનેટ હશે જેને વોર્નર બ્રધર્સ પ્રોડયુસ કરશે. બુધવારે વોર્નર બ્રધર્સને ફિલ્મના નામ સાથે આ ઘોષણા કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. કહેવાય છે કે, આ એક એકશન ફિલ્મ હશે. જે જાસૂસીની દુનિયા પર આધારિત હશે. ફિલ્મનું શૂટિગં સાત દેશોમાં થવાનું છે. આ ફિલ્મને ૧૭ જુલાઇ ૨૦૨૦માં રિલીઝ કરવામાં  આવશે. જોકે આ ફિલ્મમાં ડિમ્પલનું કયું અને કેટલું લાંબુ પાત્ર હશે તે હજી જાણવા મળ્યું નથી. ડિમ્પલ હાલ બોલીવૂડની ફિલ્મોમાં કામ નથી કરી રહી, પરંતુ લાગે છે કે તેને હોલીવૂડમાં મનપસંદ રોલ મળ્યો હોવાથી તે આ ફિલ્મ સાથે જોડાઇ છે.

(6:24 pm IST)