ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

કંગનાએ પકોડા બનાવી ભાજપની જીતને વધાવ્યુ

મુંબઇ,તા.૨૪ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવી ચૂક્યા છે અને એક વાર ફરીથી મોદી સરકારે પૂર્ણ બહુમત સાથે કમબેક કર્યુ છે. જીત સાથે જ પીએમ મોદીને ચારે તરફથી અભિનંદન મળી રહ્યા છે. બોલિવુડ પણ તેમની આ ઐતિહાસિક જીતથી અછૂતો નથી. હિંદી સિનેમાના ઘણા મોટા ફિલ્મી સ્ટાર્સે પીએમ મોદીની પ્રશંસા કરી અને જીતના અભિનંદન પાઠવ્યા છે જેમાં બોલિવુડ ક્વીન કંગના રનોતનું પણ નામ છે, કંગનાએ મોદી સરકારની જીતની ઉજવણી અનોખા અંદાજમાં કરી.

પીએમ મોદીની જીતનો જશ્ન કંગનાએ આ ખાસ રીતે મનાવ્યો પીએમ મોદીની જીતનો જશ્ન તેમણે પોતાના પરિવાર સાથે આ જીતને પકોડા તળીને મનાવ્યો. કંગનાની બહેન રંગાલી ચેંદેલે પોતાના સોશિયલ મીડાય પર અમુક ફોટો પોસ્ટ કર્યા છે. આમાં કંગના પકોડા બનાવી રહી છે અને પોતાના પરિવાર સાથે ગપશપ કરતી જોવા મળી રહી છે. બહેન રંગોલીએ શેર કર્યા ફોટો આ ફોટા સાથે રંગોલીએ લખ્યુ કે કંગના બહુ ઓછુ કુકિંગ કરે છે, મોટાભાગે જ્યારે તે બહુ ખુશ હોય છે. આજે તેણે (કંગનાએ) પીએમ નરેન્દ્ર મોદીની જીત પર અમને ચા અને પકોડા ખવડાવ્યા. આ સાથે તેણે જય હિંદ અને જય ભારત હેશટેગ લગાવ્યા.

(3:48 pm IST)