બિગ બોસની સ્પર્ધક રોશમીને મળી અભિનયની તક
રિયાલીટી શો બિગબોસ થકી ઘણાને ફાયદો થતો હોય છે. સબા ખાન, રોમિલ ચોૈધરી પછી હવે બિગ બોસ-૧૨ની વધુ એક સ્પર્ધકને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક મળી છે. રોશમી બાનિક કે જે કૃતિ વર્મા સાથે આ શોમાં આવી હતી અને અઠવાડીયામાં જ એલિમિનેટ થઇ ગઇ હતી તેને પણ ટીવી શોમાં કામ કરવાની તક મળી છે. કોલકત્તાની રોશમીને શો ઇશ્ક શુભાન અલ્લાહમાં રોલ મળ્યો છે. આ ડિઝિટલ સિરીઝ ઝી-ફાઇવ પર આવશે. ઓગણીસમી મેથી આ શોનું શુટીંગ શરૂ થઇ ગયું છે. રોશમી આ શોમાં મુખ્ય પાત્રની સહેલીના રોલમાં જોવા મળશે. એકતા કપૂરના શો દિલ હી તો હૈ-૨માં કામ કરી ચુકેલા પારસ કલનાવતને આ શોમાં મુખ્ય રોલ મળ્યો છે. તો એક શ્રૃંગાર-સ્વાભિમાનની અભિનેત્રી અંકિતા શર્મા પારસ સાથે જોવા મળશે. રોશમીને અંકિતાની બહેનપણીનો રોલ મળ્યો છે.