ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

બોલીવૂડમાં અસફળ, સાઉથમાં સુપરહિટ અમાયરા દસ્તુર

અભિનેત્રી અમાયરા દસ્તુર સમયાંતરે પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરોથી ચર્ચા જગાવતી રહે છે. હાલમાં તે ડાન્સની તાલિમ પણ લઇ રહી છે. તે કલાસીસમાંથી બહાર આવતાં જ પાપારાઝીએ ઘેરી લીધી હતી. અમાયરાએ પણ બધાને હોંશે હોંશે પોઝ આપ્યા હતાં. બોલીવૂડમાં અમાયરાએ ઇશક, મિસ્ટર એકસ, કુંગ ફુ યોગા સહિતની ફિલ્મો કરી છે. તેણે સોળ વર્ષની ઉમરથી જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. અનેક જાણીતી  બ્રાન્ડ માટે તે કામ કરી ચુકી છે. કંગના અને રાજકુમાર સાથે મેન્ટલ હૈ કયા ફિલ્મમાં પણ ખાસ રોલ નિભાવી રહી છે. જો કે બોલીવૂડમાં ખાસ સફળતા ન મળતાં તે સાઉથમાં જતી રહી હતી. ત્યાં તેને ખુબ કામ અને નામ મળ્યા છે. તમિલ, તેલુગુ સહિતની ફિલ્મો તે કરી રહી છે. હિન્દીમાં મેડ ઇન ચાઇનામાં પણ તેનો રોલ છે.

(9:57 am IST)