સોનાક્ષી સિંહાએ 35 કિલો વજન ઘટાડ્યું
મુંબઈ:સોનાક્ષી સિંહાએ બોલીવૂડમાં પદાર્પણ શરૃ કર્યા પછી વારંવાર લુક બદલ્યા છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટાન્સફોર્મેશનનો લેટેસ્ટ ફોટો શેયર કર્યો છે જેમાં તે પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. વાસ્તવમાં સોનાક્ષી ઘણા સમયથી પોતાના વજન ઘટાડવાના પ્રયાસમાં છે. હવે તેણે પોતાના આ કામમાં સફળતા મેળવી છે. સલમાન ખાનની 'દબંગ ૩ ફિલ્મમાં સોનાક્ષી નવા લુકમાં જોવા મળશે. સોનાક્ષીએ ૩૫ કિલોથી વધુ વજન ઓછું કર્યું છે. તે રોજ જિમનેશિયમાં સખત વ્યાયામ કરે છે તેણે પોતાનો ડાયેટ પ્લાન પણ બનાવ્યો છે. સોનાક્ષી રોજ સવારના નાસ્તામાં દૂધ, ઘઉંના ટોસ્ટ લે છે. એ પછી તે સુકોમેવા અને ગ્રીન ટી પીએ છે. બપોરના ભાણાં સોનાક્ષી રોટલી, શાક અને સલાડ આરોગે છે. જ્યારે સાંજના નાસ્તામાં ફળ અને ર્ગીન ટી અને રાતના ભાણામાં દાળ, શાક લે છે. સોનાક્ષીએ બોલીવૂડમાં કારકિર્દીની શરૃઆત કર્યાના પહેલા તેનું વજન ૯૦ કિલો હતું. ૨૦૧૦માં સલમાન સાથે 'દબંગની ઓફર મળી એ પછી તેણે ૩૦ કિલો વજન ઘટાડયું હતું.