ફિલ્મ જગત
News of Thursday, 24th May 2018

બેબીમૂન માટે રોડ- ટ્રિપ પર ગયાં શાહિદ- મીરા

શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથે તેમના બેબીમૂન માટે રોડ- ટ્રિપ પર ગયો છે. શાહિદ અને મીરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેમની સાથે તેમની દીકરી મિશા જોવા નહોતી મળી. મિશા હાલમાં શાહિદની ફેમિલી સાથે મુંબઈમાં છે. મીરા પ્રેગ્નન્ટ છે અને તેમના બેબીમૂન માટે તેઓ રોડ- ટ્રિપ પર ગયાં છે. મીરાએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેઓ રોડ- ટ્રિપ છે. તેઓ દિલ્હીની આસપાસ રોડ- ટ્રિપ માટે ગયા હોવાની ચર્ચા છે, પરંતુ ફોટો જોઈને શાહિદ લેફટ સાઈડ સ્ટીયરરિંગવાળી કાર ડ્રાઈવ કરતો હોય એવું લાગી રહ્યું છે, જયારે ભારતમાં રાઈટ સાઈડ હોય છે.(૩૦.૩)

(2:54 pm IST)