ફિલ્મ જગત
News of Wednesday, 24th April 2019

સાઉથની ફિલ્મમાં શાહરુખ ખાનને મળ્યો વિલનનો રોલ

મુંબઇ: બોલિવૂડના બેતાજ બાદશાહના હુલામણા નામથી જાણીતો મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન સાઉથની એક આગામી ફિલ્મમાં વિલનનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી.સાઉથના સુપર સ્ટાર મનાતા અભિનેતા વિજયની થલપતિ 63 નામની ફિલ્મમાં શાહરુખ ખાન વિલનનો રોલ કરશે એવો દાવો વિજયના પ્રવક્તાએ કર્યો હતો. આ પ્રવક્તાએ એક પોર્ટલને આપેલી માહિતી મુજબ આ રોલ કેમિયો નથી પણ સારો એવો લાંબો રોલ છે. શાહરુખ વિજય સાથે ફાઇટ કરતો હોય એવો લગભગ પંદર મિનિટનો રોલ છે. ફિલ્મ સર્જકોએ બોલિવૂડના કેટલાક કલાકારોનાં નામ વિચાર્યાં હતાં. પરંતુ આખરે તેમણે શાહરુખ ખાન પર પસંદગી ઊતારી હતી. તેમણે શાહરુખનો સંપર્ક સાધતાં કિંગ ખાને આ રોલ માટે હા પાડી હતી.આ રોલ માટે શાહરુખ પાંચેક દિવસનું શૂટિંગ કરશે. એનું શૂટિંગ મંબઇમાં કરવું કે ચેન્નાઇમાં એનો નિર્ણય હજુ લેવાયો નથી. એમ તો ઔર એક માહિતી મુજબ શાહરુખ ખાન પોતાના દોસ્ત સલમાન ખાનની દબંગ થ્રીમાં એક કેમિયો કરે એવી શક્યતા હોવાનું પણ જાણવા મળ્યુંહતું. આ બંને રોલ અંગે હજુ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

(5:20 pm IST)