ફિલ્મ જગત
News of Wednesday, 24th April 2019

છપાકના સેટ ઉપર એસિડ એટેકની પીડિતા લક્ષ્‍મી અગ્રવાલ સાથે દિપીકા પાદુકોણે ભોજન લીધુ

નવી દિલ્હીઃ દિવસોમાં દીપિકા પાદુકોણ 'છપાક'ની શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને દિલ્હીમાં 'છપાક'ના સેટ પર લક્ષ્મી અગ્રવાલની સાથે લંચનો આનંદ લીધો હતો. લક્ષ્મી એસિડ એટેકની પીડિતા છે અને 'છપાક' તેના જીવન પર આધારિત ફિલ્મ છે. દીપિકા પાદુકોણે 25 માર્ચ 2019ના દિલ્હીમાં 'છપાક'ના શૂટિંગનો પ્રારંભ કર્યો હતો અને હાલમાં 'છપાક'ની ટીમે દિલ્હીમાં પોતાનું પ્રથમ શેડ્યૂલ પૂરુ કર્યું છે.

દીપિકા દિવસોમાં માલતીની ભૂમિકામાં ઢળવામાં કોઈ કસર છોડી રહી નથી. એક એસિડ હુમલાની પીડિતની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રીએ 'છપાક'ની સાથે એક ભાવનાત્મક સફર શરૂ કરી છે. એક એસિડ એટેક પીડિતની ભૂમિકામાં ઢળતા દીપિકા પાદુકોણ ફિલ્મમાં માલતીની ભૂમિકામાં નજર આવશે.

'છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે જેણે પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.

(4:41 pm IST)